• TOTO MUSIUM
  • TOTO
    વર્ચ્યુઅલ મ્યુઝિયમ
    વર્ચ્યુઅલ મ્યુઝિયમ TOTO Ltd. ની સ્થાપના 1917 માં કરવામાં આવી હતી.
    છેલ્લા 100 વર્ષોથી, TOTO એ જાપાની લોકો માટે આરોગ્યપ્રદ, સાંસ્કૃતિક જીવનશૈલી લાવવા માટે તેના સ્થાપક સમયના આદર્શો હાંસલ કરીને જાપાનના આધુનિકીકરણમાં ભાગ લીધો છે.
    સમાજ સાથે કદમ થી કદમ મિલાવીને એકધારો વિકાસ કરવાનું ચાલુ રાખવા માટે,
    TOTO માને છે કે સ્થાપના સમયના આ મૂળ સિદ્ધાંતોને જાળવી રાખવા અને કંપનીના ઇતિહાસનું યોગ્ય રીતે અર્થઘટન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ બંને અમારા કોર્પોરેટ મૂલ્યોને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે નિર્ણાયક છે. આ મ્યુઝિયમ
    તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું હતું.
    પ્લમ્બિંગ સાધનોની સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે, અમે આશા રાખીએ છીએ કે મ્યુઝિયમ મુલાકાતીઓને TOTO મેન્યુફેક્ચરિંગ પાછળની ફિલસૂફી અને ઉત્પાદનો કેવી રીતે વિકસિત થયા છે તે વિશે જાણવાની તક પૂરી પાડે છે.

    શૂટિંગની તારીખ : 23 ઑગસ્ટ, 2021

પ્રથમ પ્રદર્શનરૂમમાં પ્રવેશો

વર્ચ્યુઅલ પ્રદર્શનરૂમમાં બ્રાઉઝ કરો

TOTO ની સ્થાપનાના ઉદ્દેશ અને તેના ઇતિહાસ વિશે જાણો.
TOTO ઉત્પાદનો જાપાની હેરિટેજ તરીકે પ્રમાણિત છે અને અડધી સદીથી
TOTO ના વ્યવસાયને સમર્થન કરતા ટેબલવેર તેમજ ઉત્પાદન વિકાસથી લઇને પ્રોડક્શન અને પેકેજિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા આ પ્રદર્શનમાં સમાવેલી છે.

દ્વિતીય પ્રદર્શનરૂમમાં પ્રવેશો

વર્ચ્યુઅલ પ્રદર્શનરૂમમાં બ્રાઉઝ કરો

આ રૂમમાં પ્લમ્બિંગના સાધનોની સંસ્કૃતિ અને TOTO એ રચેલા ઇતિહાસ ને દર્શાવતી સંખ્યાબંધ વસ્તુઓને પ્રદર્શન માટે મૂકેલી છે જે TOTO એ તૈયાર કરી છે, અને આ વસ્તુઓ પૂર્વજોના આદર્શો અને સિદ્ધિઓને દર્શાવે છે.
આ પ્રદર્શન દર્શાવે છે કે, કેવી રીતે વર્ષોના સમયગાળામાં પ્રોડક્ટ્સ વિકસિત કરવા મા આવ્યા છે. આ ઉપરાંત નળ, ફિટિંગ્સ અને WASHLET(*) જેવી પ્રતીકાત્મક પ્રોડક્ટ્સ અને પ્રખ્યાત સ્થળોએ લગાવવામાં આવેલી બહુમૂલ્યવાન તેમજ ઇતિહાસ બદલનારી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા આવી છે.
*"WASHLET" એ TOTO નો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.

તૃત્ય પ્રદર્શનરૂમમાં પ્રવેશો

વર્ચ્યુઅલ પ્રદર્શનરૂમમાં બ્રાઉઝ કરો

અમેરિકા, ચીન, એશિયા અને ઓસનિયા, યુરોપ અને અન્ય પ્રદેશોમાં વેચાતી પ્રોડક્ટ્સ ભૌગોલિક વિસ્તાર અનુસાર પ્રદર્શિત કરવામાં આવી છે.
દરેક ક્ષેત્રમાં વ્યવસાયિક વિકાસ દ્વારા "દેશના TOTO બનવાના" લક્ષ્ય નો પરિચય.

TOTOミュージアム © TOTO LTD.